સુમતિનાથ ગુણશું મિલીજી, વાધે મુજ મન પ્રીતિ;
તેલ બિંદુ જિમ વિસ્તરેજી, જળમાંહે ભલી રીતિ,
સૌભાગી જિનશું લાગ્યો અવિહડ રંગ… વૈરાગી જિનશું… ।।૧ ।।
સજ્જન્શું જે પ્રીતડીજી, છાની તે ન રખાય;
પરિમલ કસ્તુરી તણોજી, મહી માંહે મહકાય.||૨||
આંગળીએ નવિ મેરુ ઢંકાએ, છાબડીએ રવિ તેજ;
અંજલિમાં જિમ ગંગ ન માએ, મુજ મન તિમ પ્રભુ હેજ.||૩||
હુઓ છીપે નહિ અધર અરુણ જિમ, ખાતા પાન સુરંગ;
પીવત ભરભર પ્રભુ ગુણ પ્યાલા, તિમ મુજ પ્રેમ અભંગ.||૪||