સુણ સુગુણ સનેહી સાહિબા!, ત્રિશલાનંદન મહાવીર! રે;
શાસનનાયક! જગધણી!, શિવદાયક! ગુણ ગંભીર રે.||૧||
તુમ સરીખા મુજ શિર છતે, હવે મોહ તણું નહીં જોર રે;
રવિ ઉદયે કહો કિમ રહે, અંધકાર અતિ ઘનઘોર રે.||૨||
વેષ રચી બહુ નવ નવા, હું નાચ્યો વિષમ સંસાર રે;
હવે ચરણ શરણ તુજ આવિયો, મુજ ભવની ભાવઠ વાર રે.||૩||
હું નિર્ગુણો તો પણ તાહરો, સેવક છું કરુણાનિધાન રે;
મુજ મનમંદિર આવી વસો, જિમ નાસે કર્મ નિદાન રે.||૪||
મનમાં છો કિશ્યું, મુજ મહેર કરો જિનરાજ રે;
સેવકના કષ્ટ નવિ ટળે, એ સાહિબને શિર લાજ રે.||૫||
તું અક્ષયસુખ અનુભવે, તસ અંશ દીજે મુજ એક રે;
તો ભાંજે દુઃખ ભવોભવ તણાં, વળી પામું પરમ વિવેક રે.||૬||