સુણો ચંદાજી! સીમંધર પરમાતમ પાસે જાજે,
મુજ વિનતડી, પ્રેમ ધરીને, એણી પેરે તુમે સંભળાવજો;
જે ત્રણ ભુવનનો નાયક છે, જસ ચોસઠ ઈન્દ્ર પાયક છે,
જ્ઞાન દરિશણ જેહને ક્ષાયક છે.||૧||
જેની કંચનવરણી કાયા છે, જસ ધોરી લંછન પાયા છે;
પુંડરીગિણી નગરીનો રાયા છે.||૨||
બાર પર્ષદા માંહી બિરાજે છે, જસ ચોત્રીસ અતિશય છાજે છે;
ગુણ પાંત્રીસ વાણીએ ગાજે છે.||૩||
સુણો૦।।૩।। ભવિજનને જે પડિબોહે છે,
તુમ અધિક શીતલ ગુણ સોહે છે; દેખી ભવિજન મોહે છે.||૪||
તુમ સેવા કરવા રસિયો છું, પણ ભરતમાં દૂરે વસિયો છું;
મહા મોહરાય કર ફસિયો છું. સુણો૦||૫ ।।
પણ સાહિબ ચિત્તમાં ધરિયો છે, તુમ આણા ખડગ કર ગ્રહિયો છે;
તો કાંઈક મુજથી ડરિયો છે.||૬||