સુણો ચંદાજી ! સીમંધર પરમાતમ પાસે જાજો;
મુજ વિનતડી પ્રેમ ધરીને, એણી પેરે સંભળાવજો. સુણો ચંદાજી…
જે ત્રણ ભુવનનો નાયક છે, જસ ચોસઠ ઈંદ્ર પાયક છે;
નાણ દરીસણ જેહને ક્ષાયક છે. સુણો .. ૧
જેની કંચનવરણી કાયા છે, જસ ધોરી લંછન પાયા છે ;
નગરીનો રાયા છે. સુણો .. ૨
બાર પર્ષદામાંહી બિરાજે છે, જસ ચોત્રીસ અતિશય છાજે છે;
ગુણ પાંત્રીશ વાણીએ ગાજે છે. સુણો .. ૩
ભવિજનને જે પડીબોહે છે, તુમ અધિક શીતલ ગુણ સોહે છે,
રૂપ દેખી ભવિજન મોહે છે. સુણો .. ૪
તુમ સેવા કરવા રસિયો છું, પણ ભારતમાં દુર વાસિયો છું;
મહામોહરાય કર ફસિયો છું. સુણો.. ૫
પણ સાહિબ ચિત્તમાં ધરીયો છે, આણાંખડગ કર ગ્રહિયો છે,
તો કંઇક મુજથી ડરીયો છે. સણો.. ૬
જિન ઉત્તમ પૂંઠ હવે પૂરો, કહે પદ્મવિજય થાઉ શૂરો ;
તો વાઘે મુજ મન અતિ નૂરો. સુણો .. ૭