Suno parshwa jineshwar Swami stavan gujarati lyrics

Suno parshwa jineshwar Swami stavan gujarati lyrics

પાર્શ્વ જિનેશ્વર સ્વામી, અલવેસર અંતરયામી;

હું તો અરજ કરું શિરનામી, પ્રભુ સાથે અવસર પામી;

હો સ્વામી મુજને તારો, હો પ્રભુજી મુજને તારો. હો સ્વામી૦ ।। ૧ ।|

 

। મુજને ભવસાગરથી તારો, ચિહું ગતિના ફેરા વારો;

કરુણા કરી પાર ઉતારો, એ વિનંતી મનમાં ધારો.હો સ્વામી.||૨||

 

સંસારે સાર ન કાંઈ, સાચો એક તું હી સખાઈ;

તે માટે કરી થિરતાઈ, મેં તુજ ચરણે લય લાઈ. હો સ્વામી૦।।૩।।

 

તારક તું જગત પ્રસિદ્ધો, પહેલા પણ તેં જસ લીધો;

તુજ સેવકને શિવસુખ દીધો,

એક અંતર મુજ શું કીધો? હો સ્વામી૦।।૪।।

 

ઈમ અંતર તે ન કરેવો, સેવકને શિવસુખ દેવો;

અવગુણ પણ ગુણ કરી લેવો,

હેત આણી બાંહ્ય ગ્રહેવો. હોસ્વામી.।।૫।।

 

સેવક ચૂકે કોઈ ટાણે, પણ સાહિબ મનમાં ન આણે;

નિજ અંગીકૃત પરમાણે, પોતાનો કરી જાણે. હો સ્વામી.।।૬।।

 

તું ત્રિભુવનનાથ કહેવાય, ઈમ જાણીને જિનરાય;

ઘો ચરણ સેવા સુપસાય,

જિમ ‘હંસરતન’ સુખ થાય. હો સ્વામી૦ ।।૭।।

Related Articles