Suno Shanti jineshwar sahiba stavan gujarati lyrics

Suno Shanti jineshwar sahiba stavan gujarati lyrics

શાંતિ જિનેશ્વર સાહિબા, સુખકાર કરુણાસિંધુ રે;

પ્રભુ તુમ સમ કો દાતા નહિ, નિષ્કારણ ત્રિભુવન બંધુ રે.||૧||

 

જસ નામે અક્ષય સંપદ હોવે, વળી આધિ તણી હોયે શાંતિ;

દુઃખ દુરિત ઉપદ્રવ સવિ મીટે, ભાંજે મિથ્યામતિ ભ્રાંતિ રે.||૨||

 

તું રાગ રહિત પણ રીઝવે, સવિ સજ્જન કેરા ચિત્ત રે;

નિર્દ્રવ્ય અને પરમેશ્વર, વિણ નેહે તું જગમિત રે.||૩||

 

તું ચક્રી ભવચક્રનો રે, સંબંધ ન કોઈ કીધ રે;

તું તો ભોગી યોગી દાખીયો, સહેજે સમતારસ સિદ્ધ રે.||૪||

 

વિણ તેડ્યો નિત્ય સહાય છે, તુજ લોકોત્તર આચાર રે;

કહે ‘જ્ઞાનવિમલ’ ગુણ તાહરા, લહિયે ગણવે કિમ પાર રે.||૫||

Related Articles