Suno suvidhi jinand sobhagi stavan gujarati lyrics

Suno suvidhi jinand sobhagi stavan gujarati lyrics

સુણો સુવિધિ જિણંદ સોભાગી, મુજ તુજ ચરણે લય લાગી;

હું તો દાહે દાઝ્યો, તેં તો સુખ સંપૂર્ણ સાધ્યો.||૧||

 

હું તો માયા મત્સર ભરિયો, તું તો આર્જવ ગુણનો દરિયો;

હું તો ક્રોધ કષાયે બળીયો, તું તો સમતા રસમાં ભળીયો.||૨||

 

હું તો લોભ માંહે મુંઝાણો, તું તો સંતોષ ગુણનો રાણો;

હું તો જાતિ મદાદિકે માચ્યો, તું તો માર્દવ ગુણમાં રાચ્યો.||૩||

 

હું તો વિષય સુખનો તું તો વિષયાતીત નિઃસંગી;

હું તો ચિહું ગતિમાંહી રુલ્યો, તું તો શિવ સુંદરીને મલિયો. ।।૪||

 

પ્રભુ તું તો નિસંગી નિક્લેશી, હું પરિણામે સંશ્ર્લેષી;

તું તો જ્ઞાનાનંદે પૂરો, હું તો કર્મબંધન માંહે શૂરો.||૫||

 

તું તો વીતરાગ પ્રસિદ્ધ, મને રાગ દ્વેષે વશ કીધ;

તું તો કેવલજ્ઞાની અનુપ, મેં તો આવર્યું આપ સ્વરુપ.||૬||

 

તું તો સત્યવાદમાં લીન, હું તો અવગુણ ગ્રાહી અબીહ;

તું તો સર્વવેદી સ્યાદ્વાદી, હું તો મોહી મિથ્યાવાદી.||૭||

 

તું તો દેવનો દેવ દયાળ, હું તો તુજ સેવક એક બાળ;

મુજ સરીખા સેવક ઝાઝા, તું તો મારે એક જિનરાજા.||૮||

 

મુજ ઉપર કરો મહેરબાની, તુમ જાણો સેવક વાણી;

જો ભેદ રહિત મુજને નીરખો, તો થાય સેવક તુમ સરીખો.||૯||

 

હીરે હીરો વેધાય, એમ લોક કહેવત કહેવાય;

ગુણવંત થઈ ગુણી ધ્યાવે, તો ઋદ્ધિ અનંતી પાવે.||૧૦||

 

તુમ સહજ સ્વભાવ વિલાસી, નિજ શુદ્ધ સ્વરુપ પ્રકાશી;

ધ્યાતા ધ્યેય ધ્યાનમાં ધ્યાવે, તો ‘જિન’ ઉત્તમ પદ પાવે.||૧૧||

Related Articles