સુરજમંડન પાર્શ્વ જિણંદા, અરજ સુણો ટાળો દુઃખ દંદા;
તું સાહિબ હું છું તુજ બંદા, પ્રીત બની જૈસે કૈરવ ચંદા.||૧||
તુજશું નેહ નહિ મુજ કાચો, ઘણહિ ન ભાંજે હીરો જાચો;
દેતાં દાન તે કાંઈ વિમાસો, લાગે મુજ મન એહ તમાસો.||૨||
કેડ લાગ્યો તે કેડ ન છોડે, દીયો વાંછિત સેવક કર જોડે;
અખય ખજાનો તુજ નવિ ખૂટે, હાથ થકી તો શ્યું નવિ છૂટે.||૩||
જો ખિજમતમાં ખામી દાખો, તો પણ નિજ જાણી હિત રાખો;
જેણે દીધું છે તેહિ જ દેશે, સેવા કરશે તે ફળ લહેશે.||૪||
ધેનુ-કૂપ-આરામ સ્વભાવે, દેતાં દેતાં સંપત્તિ પાવે;
તિમ મુજને તુમે જો ગુણ દેશો,
તો જગમાં યશ અધિકો વહેશો. ॥૫||
॥ અધિકું ઓછું કિશ્યું રે કહાવો, જિમ તિમ સેવક ચિત્ત મનાવો;
માંગ્યા વિણ તો માય ન પીરસે, એહ ઉખાણો સાચો દિસે.||૬||