Suvidhi jinand muj darishan done stavan gujarati lyrics

Suvidhi jinand muj darishan done stavan gujarati lyrics

સુવિધિ જિણંદ મુજ દરિસણ દ્યોને, દિલભર દિલથી મારા સામું જુઓ.

હસી તારા ચિત્તની વાત મને કહોને, પ્રીતની રીતમાં શું તેં વહોને.

અંતર ચિત્તની વારતા રે, પ્રભુ કહું તે ચિત્તમાં ધરોને;

પ્રીત પ્રતીત જિમ ઊપજે રે, તિમ અવિહડ પ્રીત કરોને.

સુંદર તુમ મુખ મટકડે રે, પ્રભુ! લોભાવ્યા તેં અમને;

મુજ મન મળવા અતિ ઘણું રે, ચાહે ક્ષણ માંહી તુજને.

લલચાવશો દિન કેટલા રે, ઈમ મુજને દિલાસો દઈને;

હા ના ભાખીએ રે, બેસી શું રહ્યા મૌન લઈને.

હસિત વદને બોલાવીને રે, આજ મુજને રાજી કરોને;

વાંછિત દેઈ અમને રે, તુમે જગમાં સુજશ વરોને.

રોગ શોગ દુઃખ દોહગ રે, પાપ સંતાપ ને તાપ હરીને;

પંડિત પ્રેમના “ભાણ”ને રે, તુમે પ્રસન્ન હોજો હેજ ધરીને.

Related Articles

× CLICK HERE TO REGISTER