Suvidhi jinesar pay namine stavan gujarati lyrics

Suvidhi jinesar pay namine stavan gujarati lyrics

સુવિધિ જિણેસર પાય નમીને, શુભ કરણી ઈમ કીજે રે;

અતિ ઘણો ઊલટ અંગ ધરીને, પ્રહ ઊઠી પૂજી જે રે.||૧||

‍‍

દ્રવ્ય ભાવ શુચિ ભાવ ધરીને, હરખે દેહરે જઈએ રે;

દહ તિગ પણ અહિંગમ સાચવતાં, એકમના ધુરિ થઈએરે.||૨||

 

કુસુમ અક્ષત વર વાસ સુગંધી, ધૂપ દીપ મન સાખી રે;

અંગપૂજા પણ ભેદ સુણી ઈમ, ગુરુ મુખ આગમ ભાખીરે.||૩||

 

એહનું ફળ દોય ભેદ સુણીજે, અનંતર ને પરંપર રે;

આણા પાલન ચિત્તપ્રસન્ની, મુગતિ સુગતિ સુરમંદિર રે.||૪||

 

ફૂલ અક્ષત વર ધૂપ પઈવો, ગંધ નૈવેધ ફળ જળ ભરી રે;

અંગઅગ્રપૂજા મળી અડવિધ, ભાવે ભવિક શુભગતિવરીરે.||૫||

 

સત્તર ભેદ એકવીસ પ્રકારે, અષ્ટોત્તર શત ભેદે રે;

ભાવપૂજા બહુવિધ નિરધારી, દોહગ દુર્ગતિ છેદે રે.||૭||

 

તુરીય ભેદ પડિવત્તિ પૂજા, ઉપશમ ખીણ સયોગી રે;

ચઉહા પૂજા ઈમ ભાખી કેવળ ભોગી રે.||૮||

ઈમ પૂજા બહુ ભેદ સુણીને, સુખદાયક શુભ કરણી રે;

ભવિક જીવ કરશે તે લહેશે, “આનંદઘન’ પદ ધરણી રે. સુ૦ ।।૯||

Related Articles