સ્વામી તુમે કાંઈ કામણ કીધું
ચિત્તડું અમારું ચોરી લીધું; સાહિબા વાસુપૂજ્ય જિણંદા,
મોહના વાસુપૂજ્ય જિણંદા. અમે પણ તુમ શું કામણ કરશું,
ભક્તે ગ્રહી મનઘર માં ધરશું… साहिला…
મનઘરમાં ધરીયા ઘર શોભા, દેખત નિત્ય રહે થિર શોભા;
મન વૈકુંઠ અકુંઠિત ભગતે, યોગી ભાખે અનુભવ યુક્તે… साहिला…
વાસિત મન સંસાર,
ક્લેશ રહિત મન તે ભવપાર; જો વિશુદ્ધ મન ઘર તુમે આયા,
પ્રભુ તો અમે નવનિધિ-ઋદ્ધિ પાયા… साहिला…
સાત રાજ જઈ બેઠા, પણ ભગતે અમ મનમાં પેઠા;
અળગાને વળગ્યા જે રહેવું,
તે ભાણા ખડખડ દુઃખ સહેવું… साहिला…
ધ્યાતા ધ્યેય ધ્યાન ગુણ એકે, ભેદ છેદ કરશું હવે ટેકે;
ક્ષીરનીર પરે તુમ શું મિ□શું ‘વાચક યશ’ કહે હેજે હલશું… साहिला…