સ્વામી તુમે કાંઈ કામણ કીધું,
ચિત્તડું ચોરી લીધું;
અમે પણ તુમશું કામણ કરશું,
ભક્તે ગ્રહી મન ઘરમાં ધરશું;
સાહિબા વાસુપૂજ્ય જિણંદા,
મોહના વાસુપૂજ્ય જિણંદા.||૧||
મન ઘરમાં ધરીયા ઘર શોભા,
દેખત નિત્ય રહેશો થિર થોભા;
મન વૈકુંઠ અકુંઠિત ભગતે,
યોગી ભાખે અનુભવ યુક્તે.||૨||
ક્લેશે વાસિત મન સંસાર,
ક્લેશ રહિત મન તે ભવપાર;
જો વિશુદ્ધ મન ઘર તુમે આવ્યા,
તો અમે નવનિધિ રિદ્ધિ પાયા.||૩||
સાત રાજ અળગા જઈ બેઠા,
પણ ભગતે અમ મનમાં હી પેઠા;
અળગાને વળગ્યા જે રહેવું,
તે ભાણા ખડખડ દુઃખ સહેવું.||૪||