Swami tume Kai kamna kidhu stavan gujarati lyrics

Swami tume Kai kamna kidhu stavan gujarati lyrics

સ્વામી તુમે કાંઈ કામણ કીધું, ચિત્તડું ચોરી લીધું;

અમે પણ તુમશું કામણ કરશું, ભક્તે ગ્રહી મન ઘરમાં ધરશું;

સાહિબા વાસુપૂજ્ય જિણંદા,

મોહના વાસુપૂજ્ય મન ઘરમાં ધરીયા ઘર શોભા,

દેખત નિત્ય રહેશો થિર થોભા; મન વૈકુંઠ અકુંઠિત ભગતે,

ભાખે અનુભવ યુક્તે. ક્લેશે વાસિત મન સંસાર,

ક્લેશ રહિત મન તે ભવપાર; જો વિશુદ્ધ મન ઘર તુમે આવ્યા,

તો અમે નવનિધિ રિદ્ધિ પાયા.સાત રાજ અળગા જઈ બેઠા,

પણ ભગતે અમ મનમાં હી પેઠા; અળગાને વળગ્યા જે રહેવું,

તે ભાણા ખડખડ દુઃખ સહેવું. ધ્યાતા ધ્યેય ધ્યાન ગુણ એકે

 ભેદ છેદ કરશું હવે ટેકે; ક્ષીર નીર પરે તુમશું મિલશું,

‘વાચક યશ’ કહે હેજે હળશું.

Related Articles

× CLICK HERE TO REGISTER