તાહરી અજબશી યોગની મુદ્રા રે, લાગે મને મીઠી રે;
એ તો ટાળે મોહની નિદ્રા રે, પ્રત્યક્ષ દીઠી રે…
લોકોત્તરશી જોગની મુદ્રા,
વ્હાલા માહરા નિરુપમ આસન સોહે રે;
સરસ રચિત શુક્લધ્યાનની ધારે,
સુરનરના મન મોહે રે.||૧||
ત્રિગડે રતન સિંહાસન બેસી,
વ્હાલા માહરા ચિહું દિશે ચામર ઢલાવે રે;
અરિહંત પદ પ્રભુતાનો ભોગી,
તો પણ જોગી કહાવે રે.||૨||
અમૃત ઝરણી મીઠી તુજ વાણી,
વ્હાલા માહરા જેમ અષાઢો ગાજે રે;
કાન મારગ થઈ હિયડે પેસી,
સંદેહ મનના ભાંજે રે.||૩||
કોડી ગમે ઊભા દરબારે,
વ્હાલા માહરા જય મંગલ સુર બોલે રે;
ત્રણ ભુવનની રિદ્ધિ તુજ આગે,
દીસે ઈમ તૃણ તોલે રે.||૪||