Taahri ajbani yogani mudra re stavan gujarati lyrics

Taahri ajbani yogani mudra re stavan gujarati lyrics

તાહરી અજબશી યોગની મુદ્રા રે, લાગે મને મીઠી રે;

એ તો ટાળે મોહની નિદ્રા રે, પ્રત્યક્ષ દીઠી રે… લોકોત્તરશી જોગની મુદ્રા,

વ્હાલા માહરા નિરુપમ આસન સોહે રે; સરસ રચિત શુક્લધ્યાનની ધારે

, સુરનરના મન મોહે રે. ત્રિગડે રતન સિંહાસન બેસી,

વ્હાલા માહરા ચિહું દિશે ચામર ઢલાવે રે;

અરિહંત પદ પ્રભુતાનો ભોગી, તો પણ જોગી કહાવે રે.

અમૃત ઝરણી મીઠી તુજ વાણી,

વ્હાલા માહરા જેમ અષાઢો ગાજે રે;

કાન મારગ થઈ હિયડે પેસી, સંદેહ મનના ભાંજે રે.

કોડી ગમે ઊભા દરબારે, વ્હાલા માહરા જય મંગલ સુર બોલે રે;

ત્રણ ભુવનની રિદ્ધિ તુજ આગે, દીસે ઈમ તૃણ તોલે રે.

ભેદ લહું નહિ જોગ જુગતિનો, વ્હાલા માહરા સુવિધિ જિણંદ!

બતાવો રે; પ્રેમશું ‘કાન્તિ’ કહે કરી કરુણા, મુજ મન મંદિર આવો રે.

Related Articles

× CLICK HERE TO REGISTER