તમે મહાવિદેહ જઈને કહેજો ચાંદલિયા, સીમંધર તેડા મોકલે;
તમે ભરત ક્ષેત્રનાં દુઃખ મારા, કહેજો ચાંદલિયા. સીમંત્ર ।।૧।|
અજ્ઞાનતા અહીં છવાઈ ગઈ છે, તત્ત્વની વાતો ભુલાઈ ગઈ છે;
હારે એવાં, આત્માનાં દુઃખ મારા, કહેજો ચાંદલિયા. સીમં૦।। ૨ ।।
પુદ્ગલના મોહમાં ફસાઈ ગયો છું, કર્મોની જાળમાં જકડાઈ ગયો છું;
હારે એવાં, કર્મોનાં દુઃખ મારા, કહેજો ચાંદલિયા. સીમંત્ર।।૩।।
મારું ન હતું તેને મારું કરી માન્યું, મારું હતું તેને નાહિ રે પિછાણ્યું;
હા રે એવાં, મૂર્ખતાના દુઃખ મારાં, કહેજો ચાંદલિયા. સીમં૦।।૪।।
સીમંધર સીમંધર હૃદયમાં ધરતો, પ્રત્યક્ષ દર્શનની આશા હું કરતો;
હા રે એવાં, વિયોગનાં દુઃખ મારાં, કહેજો ચાંદલિયા. સીમં૦ ||૫ ।।