Tar ho tar prabhu muj sevak bhani stavan gujarati lyrics

Tar ho tar prabhu muj sevak bhani stavan gujarati lyrics

તાર હો તાર પ્રભુ મુજ સેવક ભણી,

જગતમાં એટલું સુયશ લિજે;

દાસ અવગુણ ભર્યો જાણી પોતા તણો,

દયાનિધિ દીન પર દયા કીજે.||૧||

 

રાગ દ્વેષે ભર્યો મોહ વૈરી નડયો,

લોકની રીતમાં ઘણું ય રાતો;

ક્રોધ વશ ધમધમ્યો, શુદ્ધ ગુણ નવિ રમ્યો,

ભમ્યો ભવ માંહી હું વિષય માતો.||૨||

 

આદર્યું લોક ઉપચારથી,

શાસ્ત્ર અભ્યાસ પણ કાંઈ કીધો;

શુદ્ધ શ્રદ્ધાન વળી આત્મ અવલંબન વિણ,

તેહવો કાર્ય તિણે કો ન સીધો.||૩||

 

સ્વામી દરિશણ સમો નિમિત્ત લહી નિરમળો,

જો ઉપાદાન એ શુચિ ન થાશે;

દોષ કો વસ્તુનો અહવા ઉદ્યમ તણો

, સ્વામી સેવા સહી નિકટ લાશે.||૪||

 

ઓળખી સ્વામીને જે ભજે,

દરિશણ શુદ્ધતા તેહ પામે;

જ્ઞાન ચારિત્ર તપ વીર્ય ઉલ્લાસથી,

કર્મ ઝીપી વસે મુક્તિ ધામે.||૫||

 

જગત વત્સલ મહાવીર જિનવર સુણી,

ચિત્ત પ્રભુ ચરણને શરણ વાસ્યો;

તારજો બાપજી બિરુદ નિજ રાખવા,

દાસની સેવના રખે ન જોશો.||૬||

 

માનજો શક્તિ એ આપજો,

ભાવ સ્યાદ્વાદતા શુદ્ધ ભાસે;

સાધી સાધક દશા સિદ્ધતા અનુભવી,

‘દેવચંદ્ર’ વિમલ પ્રભુતા પ્રકાશે.||૭||

Related Articles