તારા નયના રે પ્યાલા, પ્રેમના ભર્યા છે, દયા રસના ભર્યા છે,
અમી છાંટના ભર્યા છે…
તારા નયના રે પ્યાલા, પ્રેમના ભર્યા છે.||૧||
જે કોઈ તાહરી નજરે ચઢી આવે,
કારજ તેં સફળ કર્યા છે.||૨||
પ્રગટ થઈ પાતાળથી પ્રભુ તેં,
જાદવના દુઃખો દૂર કર્યા છે.||૩||
પન્નગપતિ પાવકથી ઉગાર્યો,
જન્મ-મરણ ભય તેહનાં હર્યા છે.||૪||
પતિત પાવન શરણાગત વત્સલ,
દરિશન દીઠે મારા ચિત્તડાં ઠર્યા છે.||૫||
શ્રી શંખેશ્વર પાર્શ્વ જિનેશ્વર,
તુજ પદ પંકજ આજથી ધર્યા છે.||૬||
જે કોઈ તુજને ધ્યાને ધ્યાવે,
અમૃત સુખ તેને રંગથી વર્યા છે.||૭||