તારે વયણે મનડું વીંધ્યું રે, ગિરુઆ ગુણ દરિયા;
તાહરે ચરણે ચિત્તડું ચોંટ્યું રે, મીઠડા ઠાકુરિયા.||૧||
સાકર દ્રાક્ષ થકી પણ અધિકી, મીઠી તાહરી વાણી;
સાંભળતા સંતોષ ન થાયે, અમૃત રસની ખાણી રે.||૨||
વયણ તમારું સાંભળવાને, પ્રભુ આશિક થઈને રહિયે;
મુખડાનો મટકો નીરખતાં, ફરી ફરી ભામણે જઈએ રે.||૩||
ઋદ્ધિવંતા બહુ રાજ્ય તજીને, જે તુજ વયણના રસિયા;
સઘળી વાત તણો રસ છોડી, આવી તુજ ચરણે વસિયા.||૪||
સુરનર મુનિજન જગ જન ભાવિ, ગ્રંથે જે વીરવાણી;
શ્રી વીરજિન તણી સુણી વાણી, બુઝ્યા બહુ ભવિ પ્રાણી.||૫||