તારી મૂરતિનું નહિ મૂલ રે, લાગે મને પ્યારી રે;
તારી આંખડીએ મન મોહ્યું રે, જાઉં બલિહારી રે.||૧||
ત્રણ ભુવનનું તત્ત્વ લહીને, નિર્મળ તુંહી નિપાયો રે;
જગ સઘળો નિરખીને જોતાં, તારી હોડે કો નહિ આયો રે.||૨||
ત્રિભુવન તિલક સમોવડ તારી, સુંદર સુરતિ દીસે રે;
કોડી કંદર્પ સમ રૂપ નિહાળી, સુર નરના મન હીંસે રે.||૩||
જ્યોતિ સ્વરુપી તું જિન દીઠો, તેને ન ગમે બીજું કાંઈ રે;
જ્યાં ત્યાં પૂરણ સઘલે, દીસે તુંહી જ તુંહી રે.||૪||
તુજ મુખ જોવાને રઢ લાગી, તેને ન ગમે ઘરનો ધંધો રે;
આળપંપાળ સવિ અળગી મૂકી, તુજશું માંડ્યો પ્રતિબંધો રે.||૫||