Tari murti ye man mohyu re stavan gujarati lyrics

Tari murti ye man mohyu re stavan gujarati lyrics

તારી મૂરતિએ મન મોહ્યું રે, મનના મોહનીયા!

તારી સૂરતિએ જગ સોહ્યું રે, જગના જીવનીયા!

તુમ જોતાં સવિ દૂરમતિ વીસરી, દિન રાતડી નવી જાણી;

પ્રભુ ગુણગણ સાંકળશું બાંધ્યું, ચંચળ ચિત્તડું તાણી રે.||૧||

 

મનના૦ ।।૧ ।। પહેલાં તો એક કેવલ હરખે, હેજાળુ થઈ હળિયો;

ગુણ જાણીને રુપે મિલિયો, અભ્યંતર જઈ ભળિયો. મનના૦।। ૨ ।|

 

। વીતરાગ ઈમ જસ નિસુણીને, રાગી રાગ કરેહ;

આપ અરુપી રાગ નિમિત્તે, દાસ અરુપ ધરેહ રે.મનના૦ ||૩ ।।

 

શ્રી સીમંધર! તું જગબંધુ, સુંદર તાહરી વાણી;

મંદર ભૂધર અધિક ધીરજ ધર, વંદે તે ધન્ય પ્રાણી રે. મનના ।।૪।।

 

શ્રી શ્રેયાંસ નરેસર નંદન, ચંદન શીતલ વાણી;

સત્યકી માતા વૃષભ લંછન,

‘જ્ઞાનવિમલ’ ગુણખાણી રે. મનના૦ ||૫||

Related Articles