થાશું પ્રેમ બન્યો છે રાજ, નિરવહેશો તો લેખે;
મેં રાગી પ્રભુ! થેં છો નિરાગી, અણજુગતે હોય હાંસી;
એક પખો જે નેહ નિર્વહેશો,.તેમાં કી શાબાશી. ॥੧॥
નિરાગી સેવે કાંઈ હોવે, ઇમ મનમેં નવિ આણું;
ફળ અચેતન પણ જિમ સુરમણિ, તિમ તુમ ભગતિ પ્રમાણું.||૨||
ચંદન શીતલતા ઉપજાવે, અગ્નિ તે શીત મિટાવે;
સેવકનાં તિમ દુઃખ ગમાવે, પ્રભુ ગુણ પ્રેમ સ્વભાવે. ॥३॥
વ્યસન ઉદય જલધિ અનુહરે, શશિને નેહ સંબંધે;
અણસંબંધે કુમુદ અણુહરે, શુદ્ધ સ્વભાવ પ્રબંધે.॥४॥