Thasu Prem banyo che Aaj stavan gujarati lyrics

Thasu Prem banyo che Aaj stavan gujarati lyrics

થાશું પ્રેમ બન્યો છે રાજ, નિરવહેશો તો લેખે; મેં રાગી પ્રભુ!

થેં છો નિરાગી, અણજુગતે હોય હાંસી; એક પખો જે નેહ નિર્વહેશો,

તેમાં કી શાબાશી.

॥੧॥

નિરાગી સેવે કાંઈ હોવે, ઇમ મનમેં નવિ આણું;

ફળ અચેતન પણ જિમ સુરમણિ, તિમ તુમ ભગતિ પ્રમાણું.

।।૨ ।।

ચંદન શીતલતા ઉપજાવે, અગ્નિ તે શીત મિટાવે;

સેવકનાં તિમ દુઃખ ગમાવે, પ્રભુ ગુણ પ્રેમ સ્વભાવે.

॥३॥

વ્યસન ઉદય જલધિ અનુહરે, શશિને નેહ સંબંધે;

॥४॥

અણસંબંધે કુમુદ અણુહરે, શુદ્ધ સ્વભાવ પ્રબંધે.

દેવ અનેરા તુમથી છોટા, થેં જગમેં અધિકેરા;

‘જશ’ કહે ધર્મ જિનેસર થાશું, દિલ માન્યા હે મેરા.

॥५॥

Related Articles

× CLICK HERE TO REGISTER