To shu prit bhandhani stavan gujarati lyrics

To shu prit bhandhani stavan gujarati lyrics

તો શું પ્રીત બંધાણી જગતગુરુ! તો શું પ્રીત બંધાણી;

વેદ અરથ કહી મોં બ્રાહ્મણકું, ખિણમેં કીધો ગુણ ખાણી. ॥੧॥

 

બાલક પરે મેં જે જે પૂછ્યું, તે ભાખ્યું હિત આણી;

મુજ કાલાને કુણ સમજાવે, તો બિન મધુરી વાણી.॥२॥

 

વયણ સુધારસ વરસી વસુધા, પાવન ખેત સમાણી;

નર નારકી તિરિ પ્રમોદિત બોધિત, તોહિ ગુણમણી ખાણી. ।।૩।।

 

પાઉં પરું અબ જાઈ, કિનકી પકરું પાની;

કુણ મુજ ગોયમ કહી બોલાવે, તો સમ કુણ વખાણી. ॥४॥

 

અઈમુત્તો આયો મુજ સાથે, રમતો કાચલી પાણી;

કેવલ કમલા ઉસકું દિની, યાહિ કિરતી નહિ છાની. ॥५॥

 

ચઉદ સહસ અણગારમાં, મોટો કીનો કાહું પિછાની;

અંતિમ અવસર કરુણા સાગર, દૂરે ભેજ્યો જાણી. ॥૬॥

 

ભાગ ન માંગત સ્વામી, રહેત ન છેડો તાણી;

બિચમેં છોડ ગયે શિવમંદિર, લોકમાં હોત કહાણી. ॥७॥

 

ખામી કુછ ખિજમત મેં કીની, તાકી યાહિ કમાણી;

સ્વામી ભાવ લહે સુસેવક, યાહિ વાત નિપાની.॥८॥

 

વીતરાગ ભાવે ચેતનતા, અંતર મૂરત ઠરાણી;

“ખિમાવિજય’ જિન ગૌતમ ગણધર,

જ્યોતિશું જ્યોતિ મિલાણી. ।।૯।।

Related Articles