તોરણ આવી રથ ફેરી ગયા રે હાં, પશુઆં દેઈ શિર દોષ મેરે વાલમા;
નવ ભવ નેહ નિવારિયો રે હાં, શો જોઈ આવ્યા જોષ. મેરે૦ ।।૧ ।।
ચંદ્ર કલંકી જેહથી રે હાં, રામને સીતા વિયોગ;
મેરે૦ કુરંગને વયણડે રે હાં, પતિ આવે કુણ લોગ. મેરે૦ ।।૨ ।|
ઉતારી હું ચિત્તથી રે હાં, મુક્તિ ધુતારી હેત;
મેરે૦ સિદ્ધ અનંતે ભોગવી રે હાં, તેહશું કવણ સંકેત. मेरे०॥३॥
પ્રીત કરંતા સોહિલી રે હાં, નિર્વહંતા જંજાલ;
મેરે૦ જેહવો વ્યાલ ખેલાવવો રે હાં, જેહવી અગનની ઝાલ. मेरे०॥૪॥
મેરે૦।।૪ ।। જો વિવાહ અવસર દિયો રે હાં, હાથ ઉપર નવિ હાથ;
મેરે૦ દીક્ષા અવસર દિજીયે રે હાં, શિર ઉપર જગનાથ. મેરે૦ ||પે ાાાા