તું પારંગત તું પરમેશ્વર, વાલા મારા તું પરમારથ વેદી રે;
તું પરમાતમ તું પુરુષોત્તમ, તુંહિ અછેદી અવેદી રે,
મનના મોહનિયા; તાહરી કીકી કામણગારી રે,
જગના સોહનિયા. ॥੧॥
યોગી અયોગી ભોગી અભોગી, વા૦ તુંહિ જ કામી અકામી રે;
તુંહિ અનાથ નાથ સહુ જગનો, આતમ સંપદ રામી રે. ॥२॥
એક અસંખ્ય અનંત અનુચર, વા૦ અકલ સકલ અવિનાશી રે;
અરસ અવર્ણ અગંધ અફરસી, તું હિ અપાશી અનાશી રે. ॥३॥
મુખ પંકજ ભ્રમરી પરે અમરી, વા૦ તું હિ સદા બ્રહ્મચારી રે
સમવસરણ લીલા અધિકારી, તું હિ જ સંયમધારી રે.||૪||