Tu parangat tu parmeshwar stavan gujarati lyrics

Tu parangat tu parmeshwar stavan gujarati lyrics

તું પારંગત તું પરમેશ્વર, વાલા મારા તું પરમારથ વેદી રે;

તું પરમાતમ તું પુરુષોત્તમ, તુંહિ અછેદી અવેદી રે,

મનના મોહનિયા; તાહરી કીકી કામણગારી રે, જગના સોહનિયા. ॥੧॥

યોગી અયોગી ભોગી અભોગી, વા૦ તુંહિ જ કામી અકામી રે;

તુંહિ અનાથ નાથ સહુ જગનો, આતમ સંપદ રામી રે. ॥२॥

એક અસંખ્ય અનંત અનુચર, વા૦ અકલ સકલ અવિનાશી રે;

અરસ અવર્ણ અગંધ અફરસી, તું હિ અપાશી અનાશી રે. ॥३॥

મુખ પંકજ ભ્રમરી પરે અમરી, વા૦ તું હિ સદા બ્રહ્મચારી રે

 લીલા અધિકારી, તું હિ જ સંયમધારી રે.

અચિરાનંદન અચરિજ એહી, વા૦ કહણીમાંહિ ન આવે રે;

‘ક્ષમાવિજય’ જિન વયણ સુધારસ, પીવે તેહિ જ પાવે રે. ॥४॥ ॥५॥

Related Articles

× CLICK HERE TO REGISTER