તું પ્રભુ મારો હું પ્રભુ તારો, ક્ષણ એક મુજને નાહિ વિસારો;
મહેર કરી મુજ વિનંતી સ્વીકારો,
સ્વામી સેવક જાણી નિહાળો. ।।૧ ।।
લાખ ચોરાશી ભટકી પ્રભુજી, આવ્યો હું તારે શરણે હો જિનજી;
દુર્ગતિ કાપો શિવસુખ આપો, ભક્ત સેવકને નિજપદ સ્થાપો. ।। ૨ ।
અક્ષય ખજાનો પ્રભુ તારો ભર્યો છે, આપો કૃપાળુ મેં હાથ ધર્યો છે;
વામાનંદન જગવંદન પ્યાર, દેવ અનેરા માંહે તુંહી જ ન્યારો. ।।૩।।
પલ પલ સમરું નાથ શંખેશ્વર, સમરથ તારણ તુંહી જિનેશ્વર;
પ્રાણ થકી તું અધિકો વહાલો, દયા કરી મુજને નેહે નિહાળો. ।।૪ ।।
તારું બિરુદ કેડ ન છોડું એમ લેજો જાણી;
ચરણોની સેવા નિત નિત ચાહું, ઘડી ઘડી મનમાંહે હું ઉમાહું. ॥૫।।