તુજ મુખ સન્મુખ નીરખતાં, મુજ લોચન અમીય ઠરંતા;
જેહની શીતલતા વ્યાપે, કિમ રહેવાયે કહો તાપે.||૧||
તુજ નામ સુણ્યું જબ કાને, હઈડું આવે તવ સાને;
મૂંઝાયો માણસ વાટે, જિમ સજ્જ હુયે અમૃત છાટે.||૨||
શુભ ગંધને તરતમ યોગે, આકુલતા હુઈ ભોગે;
તુજ અદ્ભુત દેહ સુવાસે, તેહ મિટ ગઈ રહત ઉદાસે.||૩||
તુજ ગુણ સંસ્તવને રસના, છાંડે અન્ય લયની તૃષ્ણા;
પૂજાએ તુજ તનુ ફરસે, ફરસન શીતલ થઈ ઉલ્લસે.||૪||