Tuj mukh sanmukh nirakhta stavan gujarati lyrics

Tuj mukh sanmukh nirakhta stavan gujarati lyrics

તુજ મુખ સન્મુખ નીરખતાં, મુજ લોચન અમીય ઠરંતા;

જેહની શીતલતા વ્યાપે, કિમ રહેવાયે કહો તાપે.

તુજ નામ સુણ્યું જબ કાને, હઈડું આવે તવ સાને;

મૂંઝાયો માણસ વાટે, જિમ સજ્જ હુયે અમૃત છાટે.

શુભ ગંધને તરતમ યોગે, આકુલતા હુઈ ભોગે;

તુજ અદ્ભુત દેહ સુવાસે, તેહ મિટ ગઈ રહત ઉદાસે.

તુજ ગુણ સંસ્તવને રસના, છાંડે અન્ય લયની તૃષ્ણા;

પૂજાએ તુજ તનુ ફરસે, ફરસન શીતલ થઈ ઉલ્લસે.

મનની ચંચલતા ભાગી, સવિ છંડી થયો તુજ રાગી;

કવિ “માન” કહે તુજ સંગે, શીતલતા થઈ અંગો અંગે.

Related Articles

× CLICK HERE TO REGISTER