તુમ દરિસણ ભલે પાયો, પ્રથમ જિન! તુમ દરિસણ ભલે પાયો;
નાભિ નરેસર નંદન નિરુપમ, માતા મરુદેવી જાયો. ॥੧॥
આજ અમીરસ જલધર વૂઠો, માનું ગંગાજલે નાહ્યો;
સુરતરુ સુરમણિ પ્રમુખ અનુપમ, તે સવિ આજ મેં પાયો.||૨||
યુગલાધર્મ નિવારણ તારણ, જગ જસ મંડપ છાયો;
પ્રભુ ! તુજ શાસન વાસન સમકિત, અંતર વૈરી હરાયો.||૩||
કુદેવ કુગુરુ કુધર્મની વાસે, મિથ્યામતમેં ફસાયો;
મેં પ્રભુ! આજ સે નિશ્ચય કીનો, સવિ મિથ્યાત્વ ગમાયો.||૪||