તુમે બહુ મૈત્રી રે સાહેબા, માહરે તો મન એક;
તુમ વિણ બીજો રે નવિ ગમે, એ મુજ મોટી રે ટેક.
શ્રી શ્રેયાંસ જિન કૃપા કરો…||૧||
મન રાખો તુમે સવિ તણાં, પણ કીહાં એક મળી જાઓ;
લલચાવો લખ લોકોને, સાથી સહજ ન થાઓ.!||૨||
રાગ ભરે જન મન રહે, પણ તિહું કાલ વિરાગ;
ચિત્ત તુમારો રે સમુદ્રનો, કોઈ ન પામે રે તાગ. ||૩||
એહવા શું ચિત્ત મેળવ્યું, કેળવ્યું પહેલાં ન કાંઈ;
સેવક નિપટ અબૂઝ છે, નિર્વહશો તુમે સાંઈ.||૪||