ઊંચા અંબર થી આવોને પ્રભુજી (૨ વાર)
દર્શન કરવાને તરસે આંખડી (ર વાર)
રુમજુમ- રુમજુમ આવોને પ્રભુજી (૨ વાર)
રાહ જોઈ ને તરસે આંખડી દર્શન કરવાને તરસે આંખડી
સુરજ ને ચાંદલા ના દીવા પ્રગટાવ્યા (૨ વાર)
ટમટમતા તારલા ને માર્ગે બિછાવ્યા (૨ વાર)
ઉભો અધીર હું તો જોઉં રે વાતલડી(૨ વાર)
દર્શન કરવાને તરસે આંખડી (૨ વાર) ઊંચા અંબર થી…
આવોને નૈનો માંથી અમીરસ વરસાવજો (૨ વાર)
પાપો કર્મો મારા ભક્તિ સ્વીકારજો (૨ વાર)
મુખલડું જોવા હું તો થયો રે ઉતાવળો (૨ વાર)
દર્શન કરવાને તરસે આંખડી (ર વાર) ઊંચા અંબર થી…
ભક્તિ ને ભાવ થી નમન કરતા (૨ વાર)
મસ્તક અમારું તારા ચરણો માં ધરતા (૨ વાર)
આતુર તુમ સંગ કરતા વાતલડી (૨ વાર)
દર્શન કરવાને તરસે આંખડી (૨ વાર) ઊંચા અંબર થી…