બનવા અણગાર કરવા ભવ પાર
બનવા અણગાર કરવા ભવ પાર
તોડ્યો જેણે સંસાર નો બંધન
વૈરાગી ને વંદન (૨ વાર)વૈરાગી ને વંદન (૨ વાર)
બનવા અણગાર કરવા ભવ પાર
તોડ્યો જેણે સંસાર નો બંધન
વૈરાગી ને વંદન (૨ વાર) વૈરાગી ને વંદન (૨ વાર)
ધન્ય ઘડી આવી છે આજે શંખનાદ, ઘંટનાદ બાજે
ત્યાગ કરે છે મુક્તિ કાજે વિરલા વૈરાગી
ભર યૌવન માં સુખ ને છોડી
સુવિધાઓ થી મુખ ને મોડી,
કાયા નીં પણ મમતા તોડી નીકળે વૈરાગી
તુજ માં જે બલ કર સ્વયં સફળ
મહાવીર નો છે તું વીર નંદન
વૈરાગી ને વંદન (૨ વાર) વૈરાગી ને વંદન (૨ વાર)
સંસ્કારિતા ગઈ રે ભાગી,
આધુનિકતા ની ધૂન લાગી
આવા સમય માં વૈરાગી ના દર્શન કરે તે સૌભાગી
આવા યુગ માં, પડતા યુગ માં,
દુર્લભ છે આવા દ્રશ્ય નું સર્જન
વૈરાગી ને વંદન (૨ વાર) વૈરાગી ને વંદન (૨ વાર)
વૈરાગી ને વંદન (૨ વાર)વૈરાગી ને વંદન (૨ વાર)
+