વામાનંદન વંદના પ્રભુ, ચરણોમાં અવધારો રે;
કરુણાકરી કરુણાનિધિ, મને ભવસાગરથી તારો રે.||૧||
એક સમય સંસારમાં પ્રભુ, આપણે સાથે રમ્યા;
તમે નિર્મોહી થઈ ગયા, અમે ભવ અટવીમાં ભમ્યા.||૨||
દુઃખડાં નરક નિગોદનાં પ્રભુ, કહેતાં ન આવે પાર રે;
છેદન ભેદન બહુ સહ્યા, વળી પરમાધામીના માર રે. વામા૦ ।।૩।।
પરિણતિ તીવ્ર કષાયની, ભટકાવે લાખ ચોરાશી રે;
નાના જન્મો ધરાવીને, નાંખે ગળામાં ફાંસી રે.||૪||
અવર નહીં કોઈ વિશ્વમાં પ્રભુ, તુમ વિણ તારણહાર રે;
ઈમ જાણીને હું આવીયો, સ્વામી તુમ દરબાર રે.||૫||
પ્રીત પુરાતન દાખવો પ્રભુ, આપો નિજ ગુણ નાથ રે;
હું ભવ ખૂંપ્યો, ઉગારો ઝાલી હાથ રે.||૬||