વંદન તારા ચરણમાં તું, રાગી મટી ત્યાગી પંથે જાય.. (૨)
શ્રમણ બની.. નવકાર મંત્રમાં સમાય..
સઘળા સંસારને ભીતરથી વિસરી.. (૨)
વૈરાગી રંગે રંગાય.. રાગી મટી ત્યાગી પંથે જાય..
વંદન તારા ચરણમાં..
સંગ સાહેબનો, રંગ વૈરાગ્ય નો, સત્સંગ સદ્ ગુરુદેવનો.. (૨)
ત્યાગ રાગ સંગનો, રાગ શ્વેત રંગ નો,
ભાવ મળે શ્રી વિતરાગનો… (૨)
ભીતરે સંયમ લહેરાય.. રાગી મટી ત્યાગી પંથે જાય..
વંદન તારા ચરણમાં..
નેમ ગમે વીર ગમે, રાજુલનુ ગીત ગમે,
ગૌતમ ઝલકે તારી આંખમાં.. (૨)
ચંદનાની પ્રીત ગમે, સુલસા ની રીત ગમે,
રેવતી ધબકે ધબકારમાં.. (૨)
કર્મો કઠિન કરમાય.. રાગી મટી ત્યાગી પંથે જાય..
વંદન તારા ચરણમાં..