વર્ધમાન જિનવરના ધ્યાને, વર્ધમાન સમ થાવેજી;
વર્ધમાન વિદ્યા સુપસાયે, વર્ધમાન સુખ પાવેજી. ॥੧॥
તું ગતિ તું મતિ સાહિબો તું, જીવન પ્રાણ આધારજી;
જયવંતુ જગમાં જસ શાસન, કરતું બહુ ઉપગારજી.॥२॥
જે અજ્ઞાની તુમ મત સરીખો, પરમતને કરી જાણેજી;
કહો કુણ અમૃતને વિષ સરીખું, મંદમતિ વિણ જાણેજી.॥3॥
જે તુમ આગમ સરસ સુધારસે, સિંચ્યો શીતલ થાયજી;
તાસ જનમ સુ-કૃતારથ જાણો, સુરનર તસ ગુણ ગાયજી.॥४॥