વાસુપૂજ્ય જિન અંતરજામી, હું પ્રણમું શિરનામી રે;
ત્રિકરણ યોગે ધ્યાન તમારું, કરતાં ભવભય વારું રે.||૧||
ચોત્રીશ અતિશય શોભાકારી, તુમચી જાઉં બલિહારી રે;
ધ્યાન વિન્નાણે શક્તિ પ્રમાણે, સુરપતિ ગુણ વખાણે રે.||૨||
દેશના દેતા તખ્ત બિરાજે, જલધરની પરે ગાજે રે;
વાણી સુધારસ ગુણમણિ ખાણી, ભાવ ધરી સુણો પ્રાણી રે.||૩||
દુવિધ ધર્મ દયાનિધિ ભાખે, હેતુ જુગતે પ્રકાશે રે;
ભેદરહિત પ્રભુ નીરખો મુજને, તો શોભા છે તુજને રે.||૪||
મુદ્રા સુંદર દીપે તાહરી, મોહ્યા અમર નરનારી રે;
સાહિબ સમતા રસનો દરિયો, માર્દવ ગુણે જે ભરિયો રે.||૫||
સહજાનંદી સાહિબ સાચો, જેમ હોય હીરો જાચો રે;
પરમાતમ પ્રભુ ધ્યાને ધ્યાવો, તો અક્ષય લીલા પાવો રે.||૬||