Vasupujiya Jin antarjami stavan gujarati lyrics

Vasupujiya Jin antarjami stavan gujarati lyrics

વાસુપૂજ્ય જિન અંતરજામી, હું પ્રણમું શિરનામી રે;

ત્રિકરણ યોગે ધ્યાન તમારું, કરતાં ભવભય વારું રે.

ચોત્રીશ અતિશય શોભાકારી, તુમચી જાઉં બલિહારી રે;

વાણી સુધારસ ગુણમણિ ખાણી, ભાવ ધરી સુણો પ્રાણી રે.

ધ્યાન વિન્નાણે શક્તિ પ્રમાણે, સુરપતિ ગુણ વખાણે રે.

દેશના દેતા તખ્ત બિરાજે, જલધરની પરે ગાજે રે;

દુવિધ ધર્મ દયાનિધિ ભાખે, હેતુ જુગતે પ્રકાશે રે;

ભેદરહિત પ્રભુ નીરખો મુજને, તો શોભા છે તુજને રે.

મુદ્રા સુંદર દીપે તાહરી, મોહ્યા અમર નરનારી રે;

સાહિબ સમતા રસનો દરિયો, માર્દવ ગુણે જે ભરિયો રે.

સહજાનંદી સાહિબ સાચો, જેમ હોય હીરો જાચો રે;

પરમાતમ પ્રભુ ધ્યાને ધ્યાવો, તો અક્ષય લીલા પાવો રે.

રક્ત વરણ દીપે તનુ કાંતિ, જોતાં ટળે ભવભ્રાંતિ રે;

ઉત્તમ વિજય વિબુધનો શિષ્ય, “રતનવિજય” સુજગીશ ર

Related Articles

× CLICK HERE TO REGISTER