વાસુપૂજ્ય જિન ત્રિભુવન સ્વામી, ઘનનામી પરિણામી રે;
નિરાકાર સાકાર સચેતન, કરમ કરમ ફલ કામી રે.||૧||
નિરાકાર અભેદ સંગ્રાહક, ભેદ ગ્રાહક સાકારો રે;
દર્શન જ્ઞાન દુભેદ ચેતના, વસ્તુ ગ્રહણ વ્યાપારો રે. ॥૨॥
કર્તા પરિણામી પરિણામો, કર્મ જે જીવે કરીએ રે;
એક અનેક રૂપ નયવાદે, નિયતે નય અનુસરીએ રે..॥૩॥
દુઃખ સુખ રુપ ફલ જાણો, નિશ્ચય એક આનંદો રે;
ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જિનચંદો રે.॥४॥
પરિણામી ચેતન પરિણામો, જ્ઞાન કરમ ફલ ભાવી રે;
જ્ઞાન કરમ ફલ ચેતન કહીએ, લેજો તેહ મનાવી રે.॥५॥