Veer jinand Jagat upkari stavan gujarati lyrics

Veer jinand Jagat upkari stavan gujarati lyrics

વીર જિણંદ જગત ઉપકારી, મિથ્યાધામ નિવારીજી;

દેશના અમૃતધારા વરસી, પરપરિણતિ સવિ વારીજી. ॥१॥

 

પાંચમે આરે જેહનું શાસન, દોય હજાર ને ચારજી;

યુગપ્રધાન સૂરીશ્વર વહેશે, સુવિહિત મુનિ આધારજી. ॥२॥

 

ઉત્તમ આચારજ મુનિ અજ્જા, શ્રાવક શ્રાવિકા અચ્છજી;

લવણ જલધિમાંહી મીઠું જલ, પીવે શૃંગી મચ્છજી.||૩||

 

દશ અચ્છેરે દૂષિત ભરતે, બહુ મતભેદ કરાલજી;

જિન કેવલી પૂરવધર વિરહે, ફણિસમ પંચમ કાલજી. ॥४॥

 

તેહનું ઝેર નિવારણ મણિસમ, તુજ આગમ તુજ બિંબજી;

નિશિ દીપક પ્રવહણ જિમ દરિયે, મરુમાં સુરતરું લુંબજી. ॥५॥

 

જૈનાગમ વક્તા ને શ્રોતા, સ્યાદ્વાદ શુચિ બોધજી;

કલિકાલે પણ પ્રભુ! તુજ શાસન, વર્તે છે અવિરોધજી.॥६॥

 

માહરે તો સુષમાથી દુઃષમા, અવસર પુણ્ય નિધાનજી;

“ક્ષમાવિજય’ જિન વીર સદાગમ, પામ્યો સિદ્ધિ નિદાનજી. ।।૭।।

Related Articles