વીર વિણ વાણી કોણ સુણાવે, પ્રભુ વિણ વાણી કોણ સુણાવે,
જબ યે વીર ગયે શિવમંદિર,
અબ મેરી શંકા કોણ મિટાવે. વીર૦ ।।૧।।
તુમ વિણ ચઉવિહ સંઘ કમલદલ,
વિકસિત કોણ કરાવે. વીર૦||૨ ।।
કહે ગૌતમ ગણધર તુમ વિરહે,
જિનવર દિનકર જાવે.વીર૦॥૩॥
મોકું સાથ લઈ ક્યું ન ચલે,
ચિત્ત અપરાધ ધરાવે. वी२०॥४॥
ઈમ પરભાવ વિચારી અપના,
ભાવશું ભાવ મિલાવે. વીર૦॥૫॥
સમવસરણ મેં બેઠે સિંહાસન પર,
હુકમ કોણ ફરમાવે.||૬||
વીર વીર લવતે વીર અક્ષર,
અંતર તિમિર હટાવે. વિર૦।।૭।।
સકલ સુરાસુર હર્ષિત હોવે,
જુહાર કારણકું આવે. वी२०॥૮॥