Chaumasi parnu aave stavan gujarati lyrics

Chaumasi parnu aave stavan gujarati lyrics

ચઉમાસી પારણું આવે, કરી વિનંતી નિજ ઘર જાવે;

પ્રિયા પુત્રને વાત જણાવે, પટકૂલ જરી પથરાવે રે;

મહાવીર પ્રભુ ઘેર આવે, જીરણ શેઠજી ભાવના ભાવે રે.||૧||

 

ઊભી શેરીએ જળ છંટકાવે,

જાઈ કેતકી ફૂલ બિછાવે; નિજ ઘેર તોરણ બંધાવે,

મેવા મીઠાઈ થાળ ભરાવે રે. મહા૦ ।। ૨ ।।

 

અરિહાને દાન જ દીજે, દેતાં જે દેખીને રીઝે;

ષટ્કાસી રોગ હરીજે, સિઝે દાયક ભવ ત્રીજે રે.||૩||

 

જિનવરની સન્મુખ જાઉં, મુજ મંદિરીએ પધરાવું;

પારણું ભલી ભાતે કરાવું, જુગતે જિનપૂજા રચાવું રે.||૪||

 

પછી પ્રભુને વળાવા જઈશું, કરજોડીને સન્મુખ રહીશું;

નમી વંદીને પાવન થઈશું, વિરતિ અતિ રંગે વરશું રે.||૫||

 

દયા દાન ક્ષમા શીલ ધરશું, ઉપદેશ સજ્જનને કરશું;

સત્ય જ્ઞાનદશા અનુસરશું, અનુકંપા લક્ષણ વરશું રે.||૬||

 

એમ જીરણ શેઠ વદંતા, પરિણામની ધારે ચઢંતા;

સીમે ઠરંતા, દેવ દુંદુભિ નાદ સુણંતા રે. ||૭||

 

કરી આયુ પૂરણ શુભ ભાવે, સુરલોક અચ્યુતે જાવે;

શાતાવેદનીય સુખ તે પાવે; ‘શુભવીર’ વચન રસ ગાવે રે. મહા૦।।૮।।

Related Articles