વિમલ જિન વિમલતા તાહરીજી, અવર બીજે ન કહાય;
લઘુ નદી જિમ તિમ લંઘીએજી, પણ સ્વયંભૂરમણ ન તરાય.||૧||
સયલ પુઢવી ગિરી જલ તરુજી, કોઈ તોલે એક હત્થ;
તેહ પણ તુજ ગુણગણ ભણીજી, ભાખવા નહિ સમરથ.||૨||
સર્વ પુદ્રલ નભ ધરમનાજી, તેમ અધર્મ પ્રદેશ,
તાસ ગુણ ધર્મ પજ્જવ સહુજી, તુજ ગુણ ઈક તણો લેશ.||૩||
એમ નિજ ભાવ અનંતનીજી, અસ્તિતા કેટલી થાય;
નાસ્તિતા સ્વ પર પદ અસ્તિતાજી, તુજ સમ કાળ સમાય.||૪||
તાહરા શુદ્ધ સ્વભાવનેજી, આદરે ધરી બહુમાન;
તેહને તેહીજ નીપજેજી, એ કોઈ અદ્ભુત તાન.||૫||
તુમ પ્રભુ તુમ તારક વિભુજી, તુમ સમો અવર ન કોઈ;
તુમ દરસણ થકી હું તર્યોજી, શુદ્ધ આલંબન હોય.||૬||