Vimal Jin vimalta tahriji stavan gujarati lyrics

Vimal Jin vimalta tahriji stavan gujarati lyrics

વિમલ જિન વિમલતા તાહરીજી, અવર બીજે ન કહાય;

લઘુ નદી જિમ તિમ લંઘીએજી, પણ સ્વયંભૂરમણ ન તરાય.

સયલ પુઢવી ગિરી જલ તરુજી, કોઈ તોલે એક હત્થ;

તેહ પણ તુજ ગુણગણ ભણીજી, ભાખવા નહિ સમરથ.

સર્વ પુદ્રલ નભ ધરમનાજી, તેમ અધર્મપ્રદેશ,

તાસ ગુણ ધર્મ પજ્જવ સહુજી, તુજ ગુણ ઈક તણો લેશ.

એમ નિજ ભાવ અનંતનીજી, અસ્તિતા કેટલી થાય;

નાસ્તિતા સ્વ પર પદ અસ્તિતાજી, તુજ સમ કાળ સમાય.

તાહરા શુદ્ધ સ્વભાવનેજી, આદરે ધરી બહુમાન;

તેહને તેહીજ નીપજેજી, એ કોઈ અદ્ભુત તાન.

તુમ પ્રભુ તુમ તારક વિભુજી, તુમ સમો અવર ન કોઈ;

તુમ દરસણ થકી હું તર્યોજી, શુદ્ધ આલંબન હોય.

પ્રભુ તણી વિમલતા ઓળખીજી, જે કરે થિર મન સેવ;

“દેવચંદ્ર’ પદ તે લહેજી, વિમલ આનંદ સ્વયમેવ.

Related Articles

× CLICK HERE TO REGISTER