વિમલ જિનેશ્વર જગતનો પ્યારો, જીવન પ્રાણ આધાર હમારો;
સાહિબ! મોહે વિમલ જિણંદા, મોહના! સમ સુરતરુકંદા. ॥੧॥
સાત રાજ અલગો જઈ વસીયો,
પણ મુજ ભક્તિતણો છે રસીયો. ।। ૨ ।।
મુજ ચિત્ત અંતર ક્યું કરી જાસી,
સેવક સુખીયો પ્રભુ શાબાશી. ॥૩॥
આળસ રશો જો સુખ દેવા,
તો કુણ કરશે તુમચી સેવા. ||૪ ||
મોહાદિક પ્રભુ દિલથી ઉગારો,
જન્મ જરાના દુઃખ નિવારો.||૫||
સેવક દુઃખ જો સ્વામી ન ભાંજે,
પૂરવ પાતિક નહિ મુજ માંજે. ।।૬।।
તો કુણ બીજો આશા પૂરે,
સાહિબ કાંઈ ઇચ્છિત પૂરે. ॥७॥