વિમલ જિનેશ્વર મુજ પરમેશ્વર, અલવેસર ઉપગારી રે;
સુણ સાહિબા સાચા, જગજીવન જિનરાજ જયંકર.
મુજને તુજ સુરતિ પ્યારી રે…||૧||
મહિર કરી જે વાંછિત દિજે, સેવક ચિત્ત ધરીજે;
એવા જાણી શિવસુખ પ્રાણી, ભક્તિ સહિ નાણી દીજે રે.||૨||
કામકુંભને સુરતરુથી પણ, પ્રભુભક્તિ મુજ પ્યારી રે;
એક ક્ષણ લગી સેવી, શિવસુખની દાતારી રે.॥3॥
ભક્તિ સુવાસના વાસે વાસિત, જે હોયે ભવિ પ્રાણી રે;
જીવ મુક્તિ ચિદાનંદરુપી, તે કહીએ શુદ્ધ નાણી રે.॥४॥
પ્રભુ તુજ શક્તિ તણી અતિ મોટી, શક્તિ એ જગમાં વ્યાપે રે;
એક વાર પણ ભાવે સેવી, ચિદાનંદ પદ આપે રે.॥५॥
પૂરણ પૂરવ પુણ્ય પસાયે, જો તુમ્હ ભગતિ મેં રે;
તો હું દુસ્તર એ ભવ દરિયો, તરિયો સહેજ સ્વામી રે.॥६॥