વિમલ-કેવલ-જ્ઞાન-કમલા, કલિત ત્રિભુવન હિતકર;
સુરરાજ સંસ્તુત ચરણપંકજ, નમો આદિ જિનેશ્વરં.
વિમલ ગિરિવર શૃંગમંડણ, પ્રવર ગુણગણ ભૂધરં;
સુર અસુર કિન્નર કોડિ સેવિત, નમો આદિ જિનેશ્વરં.
કરતી નાટક કિન્નરી ગણ, ગાય જિનગુણ મનહરં;
નિર્જરાવલી નમે અહોનિશ, નમો આદિ જિનેશ્વરં.
પુંડરિક ગણપતિ સિદ્ધિ સાધિત, કોડી પણ મુનિ મનહરં;
શ્રી વિમલગિરિવર શૃંગ સિધ્યા, નમો આદિ જિનેશ્વરં.
નિજ સાધ્ય સાધક સુર મુનિવર, કોડિનંત એ ગિરિવરં;
મુક્તિરમણી વર્યા રંગે, નમો આદિ જિનેશ્વરં.
પાતાલ નર સુર લોકમાંહિ, વિમલ ગિરિવર તો પરં;
નહિ અધિક તીરથ તીર્થપતિ કહે, નમો આદિ જિનેશ્વરં.
ઈમ વિમલગિરિવર શિખર મંડણ, દુઃખવિહંડણ ધ્યાઈએ;
નિજ શુદ્ધસત્તા સાધનાર્થ, પરમ જ્યોતિ નિપાઈએ.
જિત મોહ કોહ વિછોહ નિદ્રા, પરમપદ સ્થિત જયકર;
ગિરિરાજ સેવા કરણ તત્પર, પદ્મવિજય સુહિતકર