Virah se bhayo re stavan gujarati lyrics

Virah se bhayo re stavan gujarati lyrics

વિરહ સે ભયો રે ઉદાસી હો વીરજિન!…વિરહ સે ભયો રે!

દુઃષમ કાલમેં દુઃખિયો છોડી, તુમ ભયે શિવપુર વાસી. હો૦।।૧।।

 

પ્રભુ દરિસણ પ્રત્યક્ષ ન દીઠું,

ઈણશું ભયો રે નિરાશી. ||૨||

મોહરાય સુભટે મુજ ઘેર્યો,

મમ્હારી કરે સબ હાંસી.हो०॥३॥

 

તુ વિના એકાકી મુજ દેખી,

ડારી ગલે મોહ ફાંસી.હો૦ ।।૪ ।|

 

પ્રભુ વિના કોન કરે મુજ કરુણા,

દેખો દિલમેં વિમાસી. હો.।।૫।।

 

પણ તુજ આગમને તુજ મૂરતિ,

એહી શરણ મુજ થાસી. હો૦।।૬।।

 

એહ ભરોસો મુજ મન મોટો,

ભાંગી ભવ કી ઉદાસી. હો૦।।૭।|

 

“વીરવિજય’ કહે વીરપ્રભુ કી,

મૂરતિ શરણ જ થાસી. હો૦।।૮।।

Related Articles

Jeetbuzz

Jeetwin