Seventh Pramarjana Trik

Seventh Pramarjana Trik

            1 પ્રમાર્જના ત્રિક :

 

              પ્રમાર્જના ત્રિક

             ↑

        ૩ વાર          ૩ વાર       ૩ વાર
          ભૂમિનું       હાથ-પગનું     મસ્તકનું
            પ્રમાર્જન         પ્રમાર્જન        પ્રમાર્જન

 

પ્ર = ઉપયોગપૂર્વક, માર્જના = પૂંજવું.

 

ચૈત્યવંદન શરૂ કરતાં

પહેલાં ખેસના છેડા વડે

 ચૈત્યવંદન કરવા માટે

બેસવાની જગ્યાનું ત્રણ વાર 

પ્રમાર્જન કરવું તેનું

નામ પ્રમાર્જના ત્રિક.

આ ત્રિકના પાલન માટે

ખેસના છેડા ઓટયા વિનાના,

છૂટા રેસાવાળા રાખવા જોઈએ;

જેથી લાંબા લટકત કોમળ

છેડા વડે સારી રીતે

જયણા કરી શકાય.

તેમ જ ખમાસમણ દેતાં સંડાસા

(હાથ પગ વગેરે શરીરના

 અવયવો) પણ પૂંજી શકાય.

 

પ્રમાર્જના :

 

વિશ્વમાત્રના તમામ જીવ-જંતુઓ,

પશુઓ – પ્રાણીઓ અને પંખીઓના

જીવનનો આધાર માનવ છે.

માનવના હૈયે દયા ન હોય

તો આ બધા જ જીવો 

પરેશાન અને હેરાન થાય.

કયારેક મોત પણ પામે. 

માનવ દયાળુ રહે ત્યાં સુધી

જ આ બધા જીવોનું 

જીવતર સલામત છે.

અન્યથા માનવ કયારે કોનો 

વિનાશ કરી નાખે તે કહી શકાય નહિ.

 

આજે પ્રયોગશાળાઓમાં

લાખો વાનરો, સસલાં,

દેડકાં પર કારમી સીતમો

ગુજારવામાં આવે છે.

પોલ્ટ્રીફાર્મોમાં મરઘાં, બતકોની

જીવતાં ચાંચો અને પાંખો

કાતરી નંખાય છે.

સરકસમાં વાઘ, સિંહ પર

ભયાનક જુલ્મો વર્તાવાય છે.

ક્રુર બનેલા માનવે પશુઓની

કઈ સતામણી બાકી રાખી છે ?

રે હવે તો વિકલેન્દ્રિય

જીવોની પણ દશા બેઠી છે.

માણસ આતતાથી બનવા માંડયો છે.

કીડી, મંકોડા, વાંદા, તીડઘોડા,

અળસીયા આદિ જંતુઓની પણ વિવિધ

 વેરાઈટીઝ બનાવીને બે

હાથે ખાવા મંડયો છે.

આ ક્રુર, ઘાતકી અને અમાનુષી માનવોથી

જૈન સદેવ જુદો તરી આવે છે.

પ્રભુ મહાવીર દેવે ઉપદેશેલા 

દયાના ઝરણાં હજુય જૈનોના

અંતરમાં વહી રહ્યા છે.

 જૈનોએ જ આ હળાહળ કલિયુગમાં

પણ અનેક પાંજરાપોળો ઉભી કરી છે.

લાખો રૂપિયા ખર્ચીને આજે પણ મુંગા,

અબોલ જીવોનો નિર્વાહ

જૈનસંઘ કરી રહ્યો છે.

 

વિ.સં. ૨૦૪૧-૪૨-૪૩માં ગુજરાતમાં 

પડેલા ત્રિવર્ષીય દુષ્કાળમાં

જૈનસંઘે કરોડો રૂપિયાના

 ફંડ કરીને મરતા પશુઓના

પ્રાણ ઉગાર્યા હતા.

હજુ આજે પણ ગામડે ગામડે

પંખીઓને ચણ નંખાય છે. 

કૂતરાંને રોટલા નંખાય છે.

મહાજન પાસે કૂતરાં

કબૂતરાંનાં ખેતરો હયાત છે.

કયાંક કયાંક જીવાતઘરો 

પણ જોવા મળે છે.

જેમાં ઘરમાં અનાજ સાફ કરતાં 

નીકળેલા જીવડાને રાખવામાં આવે છે.

એક નાનામાં નાના જીવની દયા

પણ જૈનસંઘ કરતો આવ્યો છે.

 

આવા દયાળુ જૈનો

જયારે ધર્મક્રિયાનો આરંભ

 કરે ત્યારે જાણતાં અજાણતાં

પણ પોતાની ક્રિયા વડે

 કોઈ જીવની હિંસા ન થઈ

જાય માટે સતત પૂંજવા

પ્રમાર્જવાનો ઉપયોગ રાખતા.

 

ખભે ખેસ નાખતા અને

જયારે કયાંય પણ 

બેસવા ઉઠવાનો પ્રસંગ

પડે તો ખેસના કોમળ

 છેડાઓ વડે તે ભૂમિનું,

શરીરનું પ્રમાર્જન કરતા.

 ચૈત્યવંદન સમયે પણ આવી

પ્રમાર્જના આવશ્યક છે.

પ્રસ્તુત ત્રિક દ્વારા આપણે

તેનો અમલ કરતાં શીખીએ.

 

કેટલાક કથાપ્રસંગો :

 

A. સમાટ્ કુમારપાલને ધર્મોપદેશ

આપવા માટે કલિકાલ સર્વજ્ઞ

આચાર્ય ભગવંત શ્રીમદ્

વિજય હેમચન્દ્રાચાર્ય મહારાજ

એક વાર રાજસભામાં પધાર્યા.

પૂજયશ્રીનું આસન બિછાવતાં

પૂર્વે શિષ્યે રજોહરણ વડે

ત્રણ વારં ભૂમિનું પ્રમાર્જન કર્યું.

 

તે જોઈને કુમારપાલે પૂજયશ્રીને

કહ્યું,હે કૃપાળુ !

આટલું સુંદર, સુઘડ અને સ્વચ્છ

સ્ફટીક રત્નનું ભૂમિતલ છે.

અહિં તો જીવહિંસા થવાનો

 સવાલ જ નથી પછી આ

પ્રમાર્જન કરવાની શી જરૂર ?

પૂજયશ્રીએ કહ્યું “કુમારપાલ !

સાવધાન રહે તે સાધુ.”

 

 ભૂમિતલ સ્વચ્છ હોવા છતાં ક્યારેક 

આકસ્મિક રીતે જીવજંતુ આવી

જવાનો સંભવ રહે છે.

માટે જીવ ન હોય તોય

જયણા કરતા જ રહેવાનું.

 સરહદ પર યુદ્ધ હોય કે

ન હોય પણ સૈનિક તેનું નામ છે,

જે રાઈફલ સાથે સદા એટેન્શન હોય.

 

B. એકવાર એક ગુરુ મહારાજે

પોતાના શિષ્યને વસ્ત્ર પહેરતાં

પૂર્વે જયણા કરવા જણાવ્યું.

 અવિનયી શિષ્યે સામો જવાબ

આપતાં ગુરુને સાફ 

જણાવી દીધું કે,

વારંવાર શું જો

જો કર્યા કરવાનું ?

 હમણાં તો વસ્ત્રોનું

પડિલેહણ કર્યું છે,

એટલામાં જીવ કર્યાથી

આવી જવાનો છે ?

 

ગુરુ મૌન રહ્યા.

કિન્તુ દૈવયોગે તે

કપડું પેલા શિષ્યે

જેવું હાથમાં લીધું

કે ઘાડ કરતા અંદર

ભરાયેલો નાગ ડસ્યો.

 

C. પ્રતિક્રમણ કરવા આવેલા એક

શ્રાવકે કટાસણું પાથરતાં પહેલાં

ચરવલાથી ત્રણ વાર જગ્યા

 પૂંજવાનું ધ્યાન રાખ્યું નહિ.

કટાસણું બીછાવી તેઓ

 પલાંઠી વાળીને બેસી ગયા.

પ્રતિક્રમણ પૂર્ણ થયા બાદ

શ્રાવકોએ જયારે લાઈટ ચાલુ કરી

ત્યારે પેલા ભાઈએ ઉભા થઈને

કટાસણું ઉપાડયું અને જોયું

તો મરેલા વાંદાને ઉંચકી જતી

લગભગ પચાસ જેટલી કીડીઓનો

કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

Related Articles